દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના
ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના ચલાવવામાં આવે છે. જેના ભાગ રૂપે વિજેતા પશુપાલક ને રૂપિયા ૫૧૦૦૦ ઇનામ સ્વરૂપે ગુજરાત સરકાર આપશે. પશુપાલક મિત્રો આપ પણ આ યોજનામાં જોડાઈ ને ગુજરાત સરકાર દ્વારા જીતી શકો છો રૂપિયા ૫૧૦૦૦/- નું ઇનામ. આ યોજના માં જોડવા માટે શું કરવું તેની સંપૂર્ણ માહિતી તમને આ લોગ માં જાણવા મળશે. તો આ લોગ ધ્યાનથી વાંચો.
દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના નો હેતુ
(૧) શુધ્ધ ઓલાદમાં વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ગાય, ભેંસ શોધી શકાય છે.
(૨) વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ રાખવા પશુપાલકો પ્રેરિત થાય
આ યોજનાનો લાભ કોને મળી શકે અને કયા સ્વરૂપે મળશે ?
રાજયના સમગ્ર પશુપાલકો લાભ લઇ શકે અને સહાય આશ્વાશન ઇનામ તથા વિજેતા ઈનામ સ્વરૂપે ચેક-ડીમાન્ડ ડ્રાફટ દ્રારા
યોજના-યુનિટની એકમ કિંમત
- પ્રથમ ઈનામ રૂ|. ૨૫,૦૦૦/-
- (માત્ર ગીર અને કાંકરેજ ગાય વર્ગમાં રૂ|. ૫૧,૦૦૦/-)
- દ્રિત્તિય ઈનામ રૂ|. ૨૦,૦૦૦/-
- તૃતીય ઈનામ રૂ|. ૧૫,૦૦૦/-
- રનરઅપ ઈનામ રૂ|. ૫,૦૦૦/-
- એન્ટ્રી દીઠ પ્રોત્સાહન ઈનામના રૂ|. ૧૦૦૦/-(માન્ય એન્ટ્રીઓ)
સહાયની ટકાવારી
૧૦૦ ટકા
મહત્તમ સહાય રૂપિયા
૫૧,૦૦૦/- રૂપિયા
દુધ ઉત્પાદન અભિયાન યોજના નું અરજી પત્રક કયાંથી મળી શકે?
નજીકના પશુ દવાખાના, પ્રાથમીક સારવાર કેન્દ્ર, તેમજ ઘનિષ્ટ પશુ સુધારણા યોજનાના કેન્દ્ર માંથી
અરજી પત્રક સાથે રજુ કરવાના દાખલા-પ્રમાણપત્રો
- રૂપિયા ૧૦૦/- નું ચલણ અરજી પત્રક સાથેે
દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાનમાં ભાગ લેવા જે તે વર્ગના પશુના ઓલાદનું લઘુત્તમ દુધ ઉત્પાદન નીચે મુજબ રહશે.
ગાય વર્ગ | ૨૪ કલાકનું કિ.ગ્રા. | ભેંસ વર્ગ | ૨૪ કલાકનું કિ.ગ્રા. |
---|---|---|---|
કાંકરેજ | ૧૫ | જાફરાબાદી | ૧૯ |
ગીર | ૧૯ | સુરતી | ૧૧ |
જર્શી ક્રોસ | ૨૪ | મહેસાણી | ૧૭ |
એચ.એફ.ક્રોસ. | ૨૭ | એન.ડી. | ૧૪ |
——- ——– | બન્ની | ૧૮ |
દુધ ઉત્પાદન અભિયાન યોજના ની વધુ માહિતી પશુપાલક નિયામક ની Official Website પરથી મેળવી શકાશે.
પશુપાલક નિયામક ની વેબસાઈટ માટે અહી કિલક કરો.
વધુ માહિતી માટે pdf ડાઉનલોડ કરવા અહી કિલક કરો.
The Milk Production Competition Campaign Scheme is launched to encourage livestock. As part of this, the winning Government will give Rs. 3 prize to the cattle rancher. Animal Husbandry Friends You can join the scheme and win by the Government of Gujarat with a prize of Rs. In this blog, you will find complete information on what to do to join the scheme. So read this log carefully.